|
ઋષિ મંડલ મહાપૂજન - શનિવારે, એપ્રિલ ૦૪ બપોરે ૧૨:૩૯ કલાકે
શ્રી ઋષિ-મંડલ સ્તોત્ર એ જૈન શાસનનું એક અત્યંત પ્રભાવશાળી અને મંત્રમય સ્તોત્ર છે. આ સ્તોત્રની રચના મહાવીર સ્વામી ના પ્રથમ ગણધર શિષ્ય અને અનેક લબ્ધી ના માલિક શ્રી ગૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી છે. આજના અશાંત અને વિવિધ ચિંતાઓથી ઘેરાયેલા મનને શાંત સ્વચ્છ અને શુદ્ધ બનાવવું હોય અને દુર્જન મનુષ્ય દૃષ્ટ દેવ દેવીઓ ગ્રહો વિગેરેના ઉપદ્રવ નડતા હોય ત્યારે આ ઋષિ મંડલ મહા પૂજન મન વચન કાયાની એકાગ્રતા પૂર્વક કરવાં આવે તો બધા ઉપદ્રવો નાશ પામે અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. નિયમિત પઠનથી સમ્યક દર્શન દ્રઢ બને છે અને પંચ પરમેષ્ઠી પ્રત્યેની શ્રદ્ધા ગાઢ થાય અને પરંપરાએ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.
પૂજનમાં ૫ મુખ્ય પીઠિકા અને ૫૦ નાની પીઠિકા નું આયોજન કરવામાં આવશે. પીઠિકા દીઠ નકરો મુખ્ય પીઠિકા માટે $૫૦૪ અને નાની પીઠિકા માટે $૭૫ નક્કી કરવામાં આવેલ છે. પૂજનમાં લાભ લેનાર મુખ્ય પીઠિકાના પરિવારને મોટુ અને અન્ય પરિવારને નાનું યંત્ર આપવામાં આવશે અને તે યંત્ર પૂજન બાદ ઘરે લઈ જવાનું રહેશે. પૂજનમાં પરિવારના બધા સભ્યથી લાભ લેવાશે. પૂજાના વસ્ત્ર હોવા જરૂરી છે.
Rushimandal Poojan—Saturday, April 04 at 12:39pm
Sponsorship Opportunity: Nakro: $504/Main Pithika, $75/small Pithika
The The Anant Labdhi Nidhana — the infinitely accomplished and spiritually exalted Gautam Swami — has praised the sacred Shri Rushimandal Stotra, which has been compiled and enriched with his divine words. This greatly enhances its spiritual importance and reverence. In today’s world, where the human mind is often disturbed by stress, fear, anxiety, and countless worries, this Stotra serves as a powerful means to calm, purify, and cleanse the mind. It brings inner peace and spiritual stability. When a person experiences disturbances arising from negative influences — performing the Rushimandal Maha Pujan helps remove such obstacles.
|