શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની મુખ્ય વિશેષતા એ છે કે એના રચયિતા ચૌદપૂર્વના જ્ઞાની શ્રી ભદ્રબાહુસ્વામી કહેવાય છે. નવસ્મરણમાં આ સ્તોત્રને શ્રી નવકાર મહામંત્ર પછી બીજા નંબરે સ્થાન આપવામાં આવ્યુ છે.
આગમમાં એક ઉલ્લેખ એવો પણ આવે છે કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુ નાં શાસનકાળમાં તેમનાં ઘણાં સાધ્વીજી મહારાજ અલગ-અલગ દેવલોકમાં ઈન્દ્રાણી રૂપે ઉત્પન્ન થયા છે. જેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે રાગનાં કારણે એમનાં તીર્થો-સ્તોત્રો ને મંત્રોમાં ચમત્કાર પૂરે છે અને માટેજ શ્રી પાર્શ્વનાથ પ્રભુ નો મહીમા બધા સ્થાનમાં વધારે દેખાય છે. આવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્તોત્રપાઠ સાથે ઉવગહરંયંત્રાદિ ની પૂજા એ અચિન્ત્ય લહાવો છે. પૂજનમાં લાભ લેવા મોટી પીઠિકાનો નકરો- $351 (Awarded) અને નાની પીઠિકાનો નકરો- $51 (Only 3 available). આ ઉપરાંત સંપૂર્ણ પૂજન માંડલા ઉપ્પર કરવાનો લાભ ફક્ત $351 (Only 1 available) માં અને સ્નાત્ર પૂજા, પૂજન પ્રાથમિક વિધિ, ગુરૃપાદુકા પૂજા તથા આરતી અને મંગલ દીવો નો લાભ ફક્ત $504 (Only 1 available) રાખવામાં આવ્યો છે. પૂજાનાં કપડાં આવશ્યક છે.
Uvvasagaharam poojan will be done by our own Shri Atulbhai Shah. Each Laabharthi can bring upto 4 family members. Only Laabharthi family be allowed in the temple everyone else can view OR perform poojan from home online on Zoom or JSMC youtube channel.