શ્રી ભદ્રબાહુસ્વામી રચિત શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અનેક મંત્રો-યંત્રો થી ભરપૂર છે, ભક્તિયોગ અને મંત્રયોગના અદભૂત સુમેળ રૂપ છે, સર્વ ઉપદ્રવો નાશ કરવામાં સહાયકારક છે અને ભવાંતરમાં સમ્યગ્ દર્શન અપાવનારૂ છે. આ સ્તોત્ર ની દરેક ગાથાનાં પહેલા શબ્દો અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, અરિહંત અને સિદ્ધના વાચક શબ્દો છે. તેથી આ સ્તોત્રમાં નવકાર મહામંત્ર પણ આવી જાય છે. દેશકાળનો વિચાર કરી પૂજ્ય આચાર્ય ભગવંતોએ વર્ષો પહેલા લોકોનાં આત્મકલ્યાણ અને મંગલ માટે અનેક મહા પ્રભાવિક મંત્રો-સ્તોત્રોનાં વિધાન બતાવ્યા છે તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ મંગલ સ્તોત્ર છે.
પૂજનમાં ૩ મુખ્ય પીઠિકા અને અન્ય નાની પીઠિકા નું આયોજન કરવામાં આવશે. પીઠિકા દીઠ નકરો: મુખ્ય પીઠિકા માટે $૭૫૧ અને નાની પીઠિકા માટે $૫૧ નક્કી કરવામાં આવેલ છે. પૂજનમાં લાભ લેનાર મુખ્ય પીઠિકાના પરિવારને મોટુ અને અન્ય પરિવારને નાનું યંત્ર આપવામાં આવશે અને તે યંત્ર પૂજન બાદ ઘરે લઈ જવાનું રહેશે. પૂજનમાં પરિવારના બધા સભ્યથી લાભ લેવાશે. પૂજાના વસ્ત્ર હોવા જરૂરી છે.
Sri Uvasaggaharam Stotra composed by Sri Bhadrabahuswami is full of many mantras and yantras, a wonderful harmony of bhaktiyoga and mantrayoga, helpful in destroying all afflictions and giving samyang darshan in Bhavantar. The first words of each gatha of this hymn are the reading words of Upadhyaya, Sadhu, Acharya, Arihant and Siddha respectively. Pujya Acharya Bhagwant has shown many effective mantras-stotras for the self-welfare of people and Mangal, among them is this Mangal Stotra of Shri Parshwanath Prabhu. 5 main pithikas and 75 small pithikas will be organized in the worship. For main pithika fixed pledge amount is $504 and $75 for small pithika. A big yantra will be given to the family of the main pithika who will benefit from the poojan and a small yantra will be given to the family who has pledged for small pithika. It is necessary to have worship clothes.
|